કવિતા ગુજરાતી

વાત કંઈક ઔર છે

 

વાત કંઈક ઔર છે...

દાદીમાંનું  કેહવું , ‘તમે  નહિ  સુધરો’,
‘ને મૂછે મલકાતા દાદાની, વાત કંઈક ઔર છે…
વગર વાંકે એકમેકને, વગર દાંતે એકમેકને,
બાચકાંનાં ઈરાદાની, વાત કંઈક ઔર છે…

દાદીનાં કમાન્ડની, અને વ્હાલ ગ્રાન્ડ ની,
લીમડા પર ખાંડની, વાત કંઈક ઔર છે…
દાદાની હામીની, મસ્તીની સલામીની,
શબ્દોની ગુમનામીની, વાત કંઈક ઔર છે.

ખભા પર મુકેલા, એકમેકના માથાની,
બંને એ પકડેલા, લાકડીના હાથાની,
અધ-પાકી કેરી જેવી ખાટી અને મીઠી એ,
ઘડપણની ગાથાની, વાત કંઈક ઔર છે.

પ્રેમ નથી કોઈ ઉંમરનો મોહતાજ,
ના તો એને કોઈ શરમ, ના લાજ,
બે-ફીકર, બે-ખબર, બિન્ધાસ્ત એવી,
વૃદ્ધ જવાની ની, વાત કંઈક ઔર છે.


Photo Credit: PaelmerPhotoArts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Follow

Follow!

%d bloggers like this: